Signal તમારા માટે નિર્મિત છે; નહીં કે તમારા ડેટા માટે કે પછી નફા માટે. અમે તમારા સપોર્ટ સાથે ઓપન સોર્સ ગોપનીયતા ટેક્નોલોજી દ્વારા મુક્ત અભિવ્યક્તિનું રક્ષણ કરવું અને સુરક્ષિત વૈશ્વિક સંચારને સક્ષમ કરવાના અમારા મિશનને આગળ ધપાવીએ છીએ. ખાનગી મેસેજિંગ. કોઈ જાહેરાતો નહીં, કોઈ પગેરું નહીં, કોઈ દેખરેખ નહીં.

તમે આપેલા દાન Signal પર નિર્ભર વિશ્વભરના લાખો લોકોને Signal ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સર્વર અને બેન્ડવિડ્થ સહિત Signalના વિકાસ અને જાળવણી માટેની ચુકવણી કરવામાં મદદ કરે છે.

જો તમે તમારા દાન સાથે ઇમેઇલ આપો છો, તો તમને તમારા ટેક્સ રેકોર્ડ માટે ઇમેઇલ કન્ફર્મેશન પ્રાપ્ત થશે. Signal ટેકનોલોજી ફાઉન્ડેશન એક સ્વતંત્ર બિનનફાકારક ચેરિટી છે અને US ઇન્ટરનલ રેવન્યુ કોડની કલમ 501c3 હેઠળ કરમુક્ત છે. અમારો ફેડરલ ટેક્સ ID નંબર 82-4506840 છે.

નોંધ: જો તમે Signal ઍપની અંદર દાન કરશો તો જ તમને તમારા Signal એકાઉન્ટમાં બૅજ પ્રાપ્ત થશે.


આપવા માટેના અન્ય માર્ગો

Signal ક્રિપ્ટોકરન્સી, સ્ટોક અને ડોનર એડવાઈઝ્ડ ફંડ્સ (DAF) તરફથી ગિફ્ટનું દાન સ્વીકારે છે. આ દાનની પ્રક્રિયા The Giving Block દ્વારા કરવામાં આવે છે.

જો તમે તમારા દાનના વાજબી બજાર મૂલ્ય માટે યુ.એસ.માં કર કપાત મેળવવા માગતા હો, તો તમે ટેક્સની રસીદ મેળવવા માટે એક ઇમેઇલ એડ્રેસ આપી શકો છો. The Giving Block ક્રિપ્ટોકરન્સી અને DAF તરફથી અનામી દાનને પણ સપોર્ટ કરે છે.

નોંધ: જો તમે Signal ઍપની અંદર દાન કરશો તો જ તમને તમારા Signal એકાઉન્ટમાં બૅજ પ્રાપ્ત થશે.